કુલચા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- ખાંડ 1 ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- દહીં 2 ચમચી
- નવશેકું દૂધ ½ કપ
- તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- નવશેકું પાણી જરૂર મુજબ
- કલોંજિ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
પનીર નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- છીણેલું ગાજર 1 કપ
- ઝીણું સમારેલું કેપ્સીકમ ½ કપ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- છીણેલું પનીર 2 કપ
- ગરમ મસાલો ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- આંબલી નો પલ્પ 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- બાફેલા બટાકા ના કટકા 3-4 ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
પનીર કુલચા બનાવવાની રીત
સૌપ્રથમ આપણે કુલચા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદપનીર નું સ્ટફિંગ બનવતા શીખીસું અને છેલ્લે ચટણી બનાવતા શીખીશું જે પરોઠા સાથે સર્વ કરીશું.
કુલચા નો લોટ બાંધવાની રીત
કુલચા માટે લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, બેકિંગ પાઉડર, દહીં, નવશેકું દૂધ, તેલ, મીઠું સ્વાદ મુજબ નાખી હાથે થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી જરૂર મુજબ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
પનીર નું સ્ટફિંગ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી સોનેરી થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એને પણ એક થી બે મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં છીણેલું ગાજર અને ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી એમાં રહેલ ભેજ ઓછું થાય ત્યાં સુધી શેકો
ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા, છીણેલું પનીર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો, ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
ચટણી બનાવવાની રીત
એક મોટા વાસણમાં આંબલી નો પલ્પ ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ના કટકા, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચટણી
paneer kulcha recipe in gujarati notes
- પનીર ની જગ્યાએ તમે તમારી પસંદ માં શાક નું સ્ટફિંગ તૈયાર કરી ને પણ કુલચા તૈયાર કરી શકો છો
- મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા અડધો ઘઉં અડધો મેંદા નો લોટ મિક્સ કરી ને પણ લોટ બાંધી શકો છો