Friday, Jun 02, 2023 | New Delhi 31*C

ઈમિગ્રેશન:

કેનેડાના વિઝિટર વિઝા મળ્યા પછી અમેરિકાના વિઝિટર વિઝા મળી શકે?
1 Year ago

સવાલ : મને 2017માં અમેરિકાના 10 વર્ષના વિઝિટર વિઝા મળ્યા ત્યારે પાસપોર્ટમાં મારી જન્મતારીખમાં ભૂલ હતી. હવે સાચી જન્મતારીખ સુધરાવી પાસપોર્ટ કરાવ્યો છે.તો હવે મારા વિઝિટર વિઝામાં આ સુધારો કરવા માટે શું કરવું તેની સલાહ આપશો?

રેખાબહેન દેસાઈ જવાબ : મારા અભિપ્રાય પ્રમાણે તમારે વિઝિટર વિઝામાં કોઈ સુધારો કરવો જરૂરી નથી. તેમ છતાં અમેરિકાના એરપોર્ટ ઉપર જો ઓફિસરનું ધ્યાન જાય અને પૂછે તો સાચી જન્મતારીખનું સર્ટિફાઈડ બર્થ સર્ટિફિકેટ બતાવીને સમજાવી શકાય.

 

સવાલ : અમારી દીકરીની પિટિશન 2016માં કરેલી તે ક્યાં સુધી ખૂલી શકે? વિઝિટર વિઝા મળી શકે? કેનેડા માટે એપ્લાય કરી શકાય?

ઉમાબહેન દવે, અમેરિકા જવાબ : તમારી પિટિશન F-3ની છે કે F-4ની તે જણાવ્યું નથી. પરંતુ બંને કેટેગરીમાં ફાઈલ એપ્રૂવ થઈ ઓપન થતા અને ઈન્ટરવ્યૂ આવતા પંદર વર્ષ લાગી જાય છે. હાલમાં અમેરિકામાં આ સમય ઓછો કરવા માટે ઈગલ એક્ટ નામનો નવો કાયદો પસાર કરવાની તૈયારી ચાલી રહી છે જેને ડિટેઈલમાં ઈક્વલ એક્સેસ ટૂ ગ્રીનકાર્ડ ફોર લીગલ એમ્પ્લોઈમેન્ટ એક્ટ કહે છે. આ કાયદાનો અમલ આવે તો તેનાથી મોટો ફાયદો આપણા દેશને થાય તેમ છે, કારણ કે ફેમિલીબેઈઝ ગ્રીનકાર્ડ માટેની કેટેગરીમાં જે ક્વોટા છે તેમાં વધુ સંખ્યામાં ગ્રીનકાર્ડ મળી શકશે. ઈમિગ્રેશન એક્ટ અન્વયે અમેરિકા તરફથી 2,26,000નો ક્વોટા છે જે દુનિયાના દેશોને સરખે ભાગે આપવામાં આવતો હોવાથી કેટલાક દેશના ક્વોટા પૂરા વપરાતા નથી. દુનિયાના કેટલાક દેશ એવા છે કે જે પોતાનો દેશ છોડીને અમેરિકા ગ્રીનકાર્ડ લઈ કાયમ માટે જવા માગતા નથી. આવા ના વપરાયેલા ક્વોટાનો લાભ ભારતને મળે તો દરેક કેટેગરીમાં વર્ષોનું વેઈટિંગ ઘણું ઘટી શકે તેમ છે, જેથી ગેરકાયદે અમેરિકા બોર્ડર ક્રોસ કરી જિંદગીનું જોખમ કરવાની જરૂર નથી.

 

સવાલ : હું અને મારી વાઈફ સિનિયર સિટીઝન છીએ. અમારો પુત્ર અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ઉપર રહે છે. અમારા વિઝિટર વિઝા બે વાર રિજેક્ટ થયેલા છે, જેનું કોઈ કારણ ખબર નથી. હવે ત્રીજીવાર એપ્લાય કરવું જોઈએ?

જવાબ : જો તમારા પુત્રની ગ્રેજ્યુએશન સેરેમની બાકી હોય તો તે વખતે આ કારણસર એપ્લાય કરાય. તમારા રિજેક્શનનો એક સફેદ પત્ર આપે છે, જેમાં કારણ દર્શાવેલું હોય છે. જો તમારું ફેમિલી સ્ટ્રોંગ ટાઈઝ ઈન્ડિયા રહેતું હોય નહીં અને સ્ટ્રોંગ ફાયનાન્સિયલ ટાઈઝ ઈન્ડિયા હોવાનું તથા મિલકત કે ધંધો નહીં હોવાનું ઓફિસરને જણાવ્યું હોય તો વિઝા રિજેક્ટ થયા હોઈ શકે.

 

સવાલ : અમને બંનેને કેનેડાના વિઝિટર વિઝા મળ્યા પછી હમણાં ચાર મહિના કેનેડામાં રોકાઈને પાછાં આવ્યાં છીએ. હવે અમેરિકાના વિઝા લેવા છે, તો કેવી રીતે મળે? હમણાં એપ્લાય કરી શકાય?

ડોક્ટર સુરેશ પટેલ જવાબ : તમે રજાઓ પહેલાં અમેરિકાનું ઓનલાઈન ફોર્મ નંબર D.S./60 પરફેક્ટ રીતે તૈયારી કરીને એપ્લાય કરો તો તમને કેનેડાનો રેકોર્ડ સારો હોય તો વિઝા મળવાના ચાન્સીસ છે.

 

સવાલ : મારા પતિ અમેરિકાના સિટીઝન છે અને તેમણે મારા માટે I-130ની પિટિશન 4-6-2021ના રોજ ફાઈલ કરેલી છે, જે 10-5-2022ના રોજ એપ્રૂવ થઈ છે. હવે તેમાં મને I-824ની એપ્લિકેશન ફોર એક્શન ફાઈલ કરવાનું કહ્યું છે. તો આનો અર્થ શું થયો?

બંસી પટેલ, અમદાવાદ જવાબ : આ ફોર્મનો અર્થ એવો છે કે જેની પિટિશન એપ્રૂવ થઈ હોય તેણે આ ફોર્મ એડિશનલ એક્શન જાણવા માટે મોકલી શકાય, જેના માટે જવાબની ઓછામાં  ઓછા 90 દિવસની રાહ જોવી પડે આ ફોર્મની ફી 465 ડોલર છે. આ ફોર્મ ભરતાં પહેલાં તેમાં લખેલી સૂચનાઓ બરાબર વાંચીને તેમજ સમજીને ફોર્મ ફાઈલ કરવું.

Download App from
playstore
appstore

Cryptocurrency News

Bitcoin Price
₹ 23,15,263 -2.89%
Bitcoin Price
₹ 23,15,263 +2.89%
Bitcoin Price
₹ 23,15,263 +2.89%

Advertisement